लम्बी उम्र भारी कबीला खानदानी परवरिश वाला
सूरज ग्रहण के बाद का सूरज
उम्र लम्बी में पाप तो खुद बढेगा
मगर धरम को कब तू उंचा करेगा
લાલ કિતાબમાં અગિયારમું સ્થાન “ધોખાનું સ્થાન” કહેવામાં આવ્યું છે. અહીં બેઠેલો ગ્રહ ક્યારે કેવું ફળ આપે તેની કોઇ જ ગેરંટી લઈ શકાય નહીં. આ સ્થાન શનિનું ગણાય છે. આ સ્થાનમાં સૂર્ય હોય તો વ્યક્તિ ધર્મી સ્વભાવનો હોય છે પરંતુ જો તે પોતાના કર્મો બગાડે તો તેને સૂર્યના શુભ પરિણામ પ્રાપ્ત થતા નથી
નેક હાલત
જો આવા જાતકો શુદ્ધ શાકાહારી હોય છે તો તેનું નર સંતાન અવશ્ય હોય જ છે. જો જાતક ધર્મી હોય તો પરિવાર સુખી, સ્ત્રી – કુટુંબ – સંતાન તમામ સુખ ઉત્તમ. જો આવા જાતકો માંસ – મટન – દારૂથી દૂર રહે તો તે ઓછામાં ઓછા ત્રણ સંતાનોનો પિતા બની શકે છે તથા તેનું આયુષ્ય હંમેશાં સારું અને નિરોગી રહે છે.
મંદી હાલત
આ સ્થાનનો સૂર્ય, શનિ સંબંધિત બાબતો એટલે કે પોતાની આવક, પોતાના ખરીદેલા કે બનાવેલા મકાન, સંતાનનું આયુષ્ય, પોતાનો પ્રભાવ, જન્મ સમય, સમાગમ કરવાની શક્તિ વગેરે પર પોતાનો શુભ પ્રભાવ નહીં આપે. જો જાતક માંસાહારી હશે તો ૪૨ થી ૪૫ વર્ષ સુધી તે નિ:સંતાન રહેશે અને જો એ પછી પણ બાળક જન્મે તો ખોડખાંપણવાળું જન્મે છે. જો આવા વ્યક્તિનું મકાન કોઈ શેરી કે ગલી ના છેડે કે ચાર રસ્તાના કોર્નર પર હોય અથવા જાતકના ઘરમાંથી કે ઘર ઉપર કોઈ વૃક્ષની છાયા પડતી હોય તો પણ તેનું સંતાન સુખ નબળુ થાય છે.
જો જાતક માંસાહાર કરે, દારૂ પીવે, ખોટા વાયદા કરે, કોઈની અમાનત પડાવી લે, ગાળાગાળી કરે, ફરેબ કે દગાબાજી કરે તો સૂર્યનો તમામ શુભ પ્રભાવ અશુભ થઈ જાય છે. આ તમામ બાબતો તેની માન પ્રતિષ્ઠા તથા સંતાન પણ તકલીફ આપે છે. જો 45 વર્ષ સુધી સંતાન ન થાય તો એ ઉંમર પછી કોઈ ધર્મસ્થાનમાં બકરો રમતો મૂકવાથી સંતાન સુખ મળી શકે છે.
જો ચંદ્ર આઠમે, શનિ નીચ તથા બુધ ત્રીજે હોય તો ઉંમર લાંબી હોય પણ કારોબાર અને માન પ્રતિષ્ઠા જેવું કંઈ જ ના હોય. આવા જાતકોને પૈતૃક વારસો મળે તો પણ તેઓ સાચવી શકતા નથી.
જો ચંદ્ર પાંચમે હોય તો બાળક મૃત પણ પેદા થાય અથવા જીવે તો ફક્ત ૧૨ દિવસ સુધી જીવે. ઉપાય માટે સળંગ ૧૧ દિવસ કંદમૂળ કે બદામ રાત્રે માથે મૂકીને સવારે મંદિરમાં દાન કરવું.
ઉપાયો :
૧. બૃહસ્પતિના ગુણો અપનાવવા જોઈએ.
૨. શનિને નીચ ના કરવો એટલે કે માંસ, મટન અને દારૂનું સેવન ન કરવું.
૩. અપશબ્દોનો પ્રયોગ ન કરવો.
૪. કોઇની સાથે દગાબાજી ના કરવી કે કોઈને માટે જુઠ્ઠી ગવાહી ના આપવી.
૫. રાત્રે માથાના ભાગે પાંચ મૂળા રાખીને સવારે તે મંદિરમાં દાન કરવા. આ ઉપાય 43 દિવસ કરવો.
૬. 45 વર્ષ પછી પણ સંતાન સુખ પ્રાપ્ત ના થતું હોય તો પોતાના પ્રાયશ્ચિત રૂપે ધર્મસ્થાનમાં બકરો રમતો મૂકવો.
૭. ચાર રસ્તાના કોર્નર પર કે ગલીના છેડે કે જેના પર વૃક્ષની છાયા પડતી હોય તેવા ઘરમાં ના રહેવું.
આદિત શાહ
83064 11527