लम्बी उम्र भारी कबीला खानदानी परवरिश वाला
सूरज ग्रहण के बाद का सूरज
उम्र लम्बी में पाप तो खुद बढेगा
मगर धरम को कब तू उंचा करेगा
લાલ કિતાબમાં આવા જાતકોને લાંબી ઉંમર, મોટો પરિવાર ધરાવનારા અને ખાનદાની પરવરિશવાળા કહેવામાં આવ્યા છે. આવા જાતકો પોતાના પરિવાર માટે ગમે તે કરી છુટવાવાળા તથા બદલામાં કંઈ જ અપેક્ષા ન રાખનારા હોય છે. આવા જાતકો જે પરિવારમાં જન્મ્યા હોય તે ઘરમાં પહેલા ભલે ગમે તેટલી ગરીબી કે બરબાદી હોય પરંતુ આ જાતકના જન્મ પછી તે પરિવારની અને ઘરની ચડતી થઈ હોય છે.
નેક હાલત
લાંબી ઉંમર, ભોળો તથા નેક સ્વભાવ અને કોઈનું ખરાબ ન કરવાની દાનત – એ આ જાતકોની નિશાની છે. આવા જાતક દ્રઢ નિશ્ચયી હોય છે. તેમનો પરિવાર સુખી અને સ્વસ્થ રહે છે. આવા જાતકોને ક્યારેય ભૂખ્યા રહેવાની પરિસ્થિતિ જોવી પડતી નથી સરકારી સંબંધો કે મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ હોય કે ન હોય પણ આવા વ્યક્તિઓમાં કોઈ પણ બીમાર વ્યક્તિને દવા દ્વારા સાજા કરી દેવાની કુદરતી શક્તિ હોય છે. બહેન – બેટી – સંતાનોનું સંપૂર્ણ સુખ પ્રાપ્ત થાય પછી ભલે ને સંતાન ભાવમાં ગમે તેટલા પાપગ્રહો કેમ ના હોય. જાતકના માતા-પિતાની આવકનો સ્ત્રોત લગભગ સરકારી નોકરી હોય છે.
આ સ્થાનમાં સૂર્ય યુતિમાં મિત્ર ગ્રહો સાથે હોય તો જાતક અને તેનો આખો પરિવાર દીર્ઘાયુષી હોય છે.
જો બુધ પાંચમે હોય તો જાતક ૩૪ વર્ષ સુધીમાં સુખી થઈ જાય છે એટલે કે તેનો ભાગ્યોદય ૩૪ વર્ષની ઉંમર પહેલાં થઈ ગયો હોય છે.
મંદી હાલત
ચંદ્રની વસ્તુઓ જેવી કે દુધ, પાણી, ચાંદી, ચોખા વગેરેનું દાન લેવાથી અથવા મફતમાં કોઈપણ વસ્તુ લેવાથી સૂર્યનું અશુભ ફળ પ્રાપ્ત થાય છે.
જો આ કુંડળીમાં રાહુ પહેલે, ત્રીજા કે પાંચમા સ્થાને હોય તો જાતક બીજાના પૈસે જલસા કરનારો હોય છે. તેને બીજાની આર્થિક પરિસ્થિતિથી કોઈ ફરક પડતો હોતો નથી.
જો આ યુતિ બુધ સાથે હોય અથવા તો બુધ પાંચમા સ્થાનમાં હોય તો જાતકના ઘરમાં પિત્તળના વાસણો બિનવપરાશમાં હશે તો જાતકો એ આવા વાસણો વાપરવા શરૂ કરવા જોઈએ જેનાથી સૂર્યનું શુભ ફળ મળી શકે.
ઉપાયો :
૧. પરોપકાર અને સામાજિક સેવાથી ઉન્નતિ થાય.
૨. દૂધ, ચોખા અને ચાંદીનું દાન સૂર્યના શુભ પ્રભાવમાં વધારો કરે છે પરંતુ આ વસ્તુઓનું દાન કદી લેવું ના જોઈએ.
૩. સમયાંતરે તીર્થ યાત્રાઓ કરીને દેવસ્થાનમાં માથું નમાવતા રહેવું.
૪. સળંગ 43 દિવસ સુધી વહેતા પાણીમાં તાંબાનો એક સિક્કો પધરાવવો.
૫. માંસ, મટન અને દારૂથી દૂર રહેવું.
૬. વારસામાં મળેલા પિત્તળના વાસણો ઉપયોગમાં રાખવા.
૭. પોતાનો ગુસ્સો કાબૂમાં રાખવો પણ જરૂર પડે તો કડક વલણ પણ દાખવવું.
૮. કાળા અને વાદળી રંગના વસ્ત્રોની પરહેજ કરવી.
આદિત શાહ
83064 11527