तपस्वी राजा, साच की आंच
सच्चाई में जब ब्रह्मांड तुम से कांपे,
तो फिर झूठ दुनिया का तू क्यों है ढांपे
લાલ કિતાબમાં આવા જાતકોને તપસ્વી રાજા અને સચ્ચાઈની જ્યોતિ સન્માન દર્શાવવામાં આવ્યા છે. સામાન્ય લોકો કરતાં આ જાતકોના શરીરનું તાપમાન વધુ ગરમ રહેતું હોય છે. આ સ્થાનનો સૂર્ય જો અશુભ અવસ્થામાં હોય તો જાતકનું માન-સન્માન, તેનો પ્રભાવ ઘટાડે છે અને આંખો તથા પેટના રોગો આપે છે.
નેક હાલત
આ જાતકની કુંડળીમાં પાપી ગ્રહો એટલે કે શનિ, રાહુ અને કેતુની અવસ્થા ઉપર તેને ભાગ્યનો આધાર રહે છે. આવા જાતકોની સચ્ચાઈની જ્યોતિ તેની આજુબાજુમાં રહેલા લોકોની તમામ બદીઓને બાળી મૂકે છે. આ જાતકોના શત્રુઓ પણ જાતકની સત્યનિષ્ઠાથી ડરતા રહે છે. આવા જાતકો તપસ્વી સ્વભાવના પરંતુ રાજા જેવા હોય છે, જેનાથી મોત પણ દૂર ભાગે છે. આવા જાતકની હાજરીમાં તેના કોઇ પણ સંબંધીનું ક્યારેય મૃત્યુ થતું નથી અને જ્યારે કોઈ સંબંધીનું મૃત્યુ થાય ત્યારે આ જાતક ત્યાં હાજર નહીં હોય એટલે કે કહી શકાય કે જો કોઈ વ્યક્તિ મરણ પથારીએ હોય અને આ જાતક તેની પાસે હોય તો અમુક ક્ષણો માટે તેનું મૃત્યુ થોડું ઠેલાઈ જાય છે (જો સૂર્ય સંપૂર્ણ રીતે શુભ હોય તો). ૨૨ થી ૨૪ વર્ષની ઉંમર સુધીમાં જાતકને સરકારી નોકરી કે સરકાર તરફથી લાભો પ્રાપ્ત થાય છે આવા જાતકોએ દક્ષિણમુખી મકાનમાં કદી રહેવું ન જોઈએ. આવા જાતકોએ મોટાભાઈ સાથેના સંબંધો સાચવવા. આવા જાતકો સત્યવક્તા, સ્પષ્ટવકતા અને જૂઠ તથા અન્યાય સામે લડનારા હોય છે. જાતકનો ભાગ્યોદય અને કામકાજમાં પ્રગતિ ૨૨ થી ૨૪ વર્ષની ઉંમરમાં થઈ જાય છે. જો આવો જાતક ચોરી, દગાબાજી કે પરસ્ત્રીગમન કરે તો તેને સૂર્ય અશુભ ફળ મળશે. જ્યાં સુધી આવા માણસો શરાબ, શબાબ અને કબાબથી દૂર રહે છે ત્યાં સુધી તેમને સૂર્યના શુભ ફળ પ્રાપ્ત થાય છે.
જો લગ્ન સ્થાનમાં મંગળ શુભ અવસ્થામાં હોય અથવા મિત્ર ગ્રહોનો સાથ હોય તો મંગળ બદ અને શનિના પરિણામો પણ શુભ મળે છે.
મંદી હાલત
જો આવો જાતક પોતાના ભાઈને નફરત કરે તો તેનો મંગળ અશુભ થાય છે અને તેના જીવનમાં કાયમ તકલીફો રહે છે. જો આવા જાતકો પરસ્ત્રી સાથે પ્રેમમાં પડે તો આવા માણસની બરબાદી શરૂ થાય છે. આવા માણસોને આ બાબતના લીધે સરકારી જહેમત ઉઠાવવી પડે છે અને કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે છે.
જો આવો જાતક પોતે મોટો ભાઈ હશે અને ગાયની સેવા કરતો હશે તો તેની આયુ લાંબી અને સુખી હશે પણ જો આ જાતક ચોરી, લાલચ અથવા વેશ્યાગમન તરફ વળી જાય તો તે એટલી હદે બરબાદ અને બદનામ થાય છે કે તેનું અસ્તિત્વ જ મટી જાય છે.
જો શનિ ત્રીજે, ગુરુ પહેલે કે પાંચમે હોય તથા મંગળ બદ હોય તો જાતકનું આયુષ્ય ઓછું હોય છે. આઠમે અશુભ સૂર્યવાળા જાતકો લગભગ દક્ષિણામુખી મકાનમાં જ રહેતા હોય છે. જો આવા જાતકો પોતાના મોટાભાઇથી અલગ થાય કે સંબંધો ખરાબ કરે તો આઠમા સ્થાનના મંગળ બદનું પરિણામ પ્રાપ્ત થાય છે.
જો શુક્ર પહેલે, પાંચમે કે દસમે હોય તો કાગ રેખાનું અશુભ ફળ મળે છે એટલે કે માણસ ફક્ત રોજનું કમાઈને રોજ દેખાઈ શકે તે પ્રકારની તેની આર્થિક પરિસ્થિતિ હોય છે.
જો આ કુંડળીમાં ગુરુ નીચ હોય તો જાતક બીજાને ભલે મોત થી બચાવી જાણે પરંતુ તેનું પોતાનું ભાગ્ય હલકું જ રહે છે એટલે કે તે કોઈનું ગમે તેટલું સારું કરે તો પણ તેને ખોટ જ પ્રાપ્ત થાય છે. જો કુંડળીમાં બુધ બીજા સ્થાનમાં હોય તો જાતકની આર્થિક હાલત માલી, ધંધો વ્યવસાય ખરાબ અને તેની બહેન બેટીને તકલીફ આવે છે. આવા જાતકોએ સૂર્યના ઉપાયો કરીને તેના અશુભ ફળમાંથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ.
ઉપાયો :
૧. જાતકે દક્ષિણમુખી ઘરમાં રહેવું ના જોઈએ.
૨. જાતકે કાળી કે લાલ ગાયની સેવા કરવી જોઈએ. ( સફેદ ગાયની નહિ)
૩. ભાઈઓ સાથે સંબંધ સારા રાખવા.
૪. હંમેશા પ્રમાણિક અને સત્યનિષ્ઠ રહેવું.
૫. પરસ્ત્રી કે પરપુરુષગમનથી દૂર રહેવું.
૬. ચોરી, દગાબાજી કે ગબન કરવાના વિચાર માત્રથી દૂર રહેવું.
૭. પોતાનું ચારિત્ર્ય શુદ્ધ રાખવું.
૮. કોઈ પણ કાર્યની શરૂઆત પહેલાં ચપટી ગોળ ખાઈને પાણી પીને ત્યારબાદ એ કાર્ય શરૂ કરવું.
૯. સૂર્યને પાણીમાં ગોળ નાખીને અર્ધ્ય આપવો.
આદિત શાહ
83064 11527