Pic - Google
Our Columnsવાનગી વિશેષ

શેઝવાન પુડલા

આજકાલ દરેક વસ્તુમાં બધાને કંઈક નવું જોઈએ છે, ત્યારે પુડલા તો દરેક ગુજરાતીના ઘરમાં બનતાં જ હોય છે, પણ આજની પેઢીને કંઈક નવી રીતે પીરસવામાં આવે તો તે હોંશે હોંશે ખાય છે.

સામગ્રી:-
ચણાનો લોટ – 300 ગ્રામ
ડુંગળી ઝીણી સમારેલી -1 નંગ
ટામેટા ઝીણા સમારેલ – 1નંગ
કોબી ઝીણી સમારેલી – 100 ગ્રામ
લીલાં મોરા મરચાં – 2 નંગ
મીઠું – સ્વાદનુસાર
હળદર – પા ચમચી
મરચું પાવડર – 1/2 ચમચી
મરી પાવડર – પા ચમચી
શેઝવાન સોસ – 90 ગ્રામ
મેયોનિઝ – 100 ગ્રામ
તેલ
પાણી

સૌ પ્રથમ ચણાના લોટનું ખીરું તૈયાર કરવું, તેમાં મીઠું, હળદર, અને લાલ મરચાં પાવડર નાખી સરખું હલાવવું, ત્યારબાદ બધાં શાક ઝીણા સમારી લેવાં, હવે એક નોનસ્ટિક તવામાં ચણાના લોટનું ખીરું પાથરવું, ત્યારબાદ તેના પર શેઝવાન સોસ સરખી રીતે લગાડવું, હવે બધાં સમારેલાં શાક પાથરવા, ત્યારબાદ તેનાં પર મરી પાવડર છાંટવો, પછી તેનાં પર મેયોનિઝ બધી જગ્યાએ પ્રસરે એ રીતે નાખવું, અને બન્ને સાઈડથી શેકી લેવું. તૈયાર છે બધાંને ભાવે તેવાં શેઝવાન પુડલા.

લીલી ચટણી અને સોસ અથવા આમલીની ચટણી સાથે માણી શકાય છે.

મનિષા સેજપાલ.

Related posts
Our Columnsગ્રહોના ગગનમાં

લાલ કિતાબ મુજબ ચંદ્રનો બુધ અને શનિ સાથેનો સંબંધ

પુરાણો અનુસાર ચન્દ્ર અને બુધ વચ્ચે…
Read more
Fashion & LifestyleOur Columns

JAMUN - A SUPERFOOD

Commonly known as Java plum or Indian blackberry in English, Jamun or Jambul in Hindi . The Jamun…
Read more
Our Columnsવાનગી વિશેષ

ગોળ કેરીનું અથાણું

ઉનાળો આવતાં અથાણાં બનાવવાની સીઝન…
Read more

Leave a Reply

%d bloggers like this: