Our Columnsરે ગતાગમ

સ્ત્રીને કોણ સમજી શકે?

“આય લાઈક યોર લાફ” નાયક કહે છે.
“આય લાઈક યુ મેકિંગ મી લાફ” નાયિકા કહે છે. – આ 50 ફર્સ્ટ ડેટ્સ મૂવીનો મસ્ત સંવાદ છે. ખુબજ સુંદર ફિલ્મ છે. તમે તમારી મરજીથી હસો ત્યારે તો આનંદ થાય જ પરંતુ કોઈ તમને હસાવવાનો પ્રયત્ન કરે ને તમે હસો ત્યારે એ આનંદ બે ગણો થઇ જાય છે, બંને વ્યક્તિ માટે: એક તમારા માટે અને બીજાં જેણે તમને હસાવ્યા એનાં માટે!
સમાજમાં કેટલાંક વિચિત્ર સ્ટીર્યોટાઈપ છે જેમ કે સ્ત્રી એક હાઉઝવાઈફ તરીકે લગભગ દુઃખી જ હોય છે, સ્ત્રીને તો કોઈ સમજી જ નથી શકતું…બ્લા બ્લા.. અને સૌથી જુનો સ્ટીર્યોટાઈપ જે સારું છે અલમોસ્ટ તૂટી ગયો છે કે સ્ત્રી નિર્બળ છે! ખેર, સ્ટીર્યોટાઈપ તો બનતાં જ હોય છે તૂટવા માટે અને હવેની નવી જનરેશન આવી બધી રિજીડીટીને પાછળ રાખી ઘણી આગળ નીકળી ગઈ છે.
આજે આ ‘સ્ત્રીને કોઈ નથી સમજી શકતું’ જેવા સો કોલ્ડ સ્ટીર્યોટાઈપ ને ફિક્સ કરવા માટે એક શબ્દ માત્રથી ચર્ચા છેડવી છે અને એ ‘સરસ શબ્દ’ છે : “સ્ત્રીદાક્ષીણ્ય”. ‘સરસ શબ્દ’ એટલે કેમકે સ્ત્રી સાથે હંમેશા અલગ અલગ ભાવના અથવા લાગણી જોડાયેલી હોય છે, જેનું શેરિંગ એક સ્ત્રી વ્યક્તિએ વ્યક્તિ એ અલગ કરે છે : એ માં તરીકે ‘અમીરસ’ અને પ્રેયસી તરીકે હોય તો ‘પ્રેમરસ’ શેર કરે, સાથીસલાહકાર તરીકે ‘સમરસ’ શેર કરે અને સ્ત્રીમિત્ર તરીકે હોય તો ‘સોમરસ જેવો મિત્રતાના નશાનો રસ’ શેર કરે ( નિજાનંદ માટે! જ્યાં દારૂબંધી ન હોય ત્યાંજ નહીં, આખા વિશ્વમાં! દોસ્તી નામની નશાબંધી ક્યાં કોઈ કરી શક્યું છે?*) અને પોતાની માતૃભૂમિની રક્ષા માટે ‘શૌર્યરસ’ શેર કરે છે. શેર કરવું એટલે વહેંચવું. આ વહેંચણીની પીડા દ્રૌપદીથી વધારે કોણ જાણી શકે? કદાચ એટલેજ સ્ત્રીમાં ટુકડા ટુકડા માં વહેંચાઈ જવા કરતાં સમર્પણની ભાવના વધારે હોય છે. જેમ ભરીસભામાં આખરે દ્રૌપદીએ શ્રીકૃષ્ણની શરણાગતિ સ્વિકારી હતી. દરેક સ્ત્રી પોતપોતાની ભૂમિકા ભજવી જાણે છે અને બખૂબી રીતે નિભાવે છે. તો પછી સ્ત્રીને પણ રીટનગીફ્ટ મળવું જોઈએ. અને એ રીટનગીફ્ટનું સરસ નામ છે : “સ્ત્રીદાક્ષીણ્ય”
સ્ત્રીદાક્ષીણ્ય? ન્યુજનરેશન ઝેડને કદાચ અઘરો લાગે એવો શબ્દ છે. સ્ત્રીદાક્ષીણ્ય એટલે સ્ત્રી પ્રત્યે સભ્યતા ભરેલું વર્તન, સ્ત્રી તરફ માનભર્યું વલણ અને વર્તન, સ્ત્રીને સહકાર આપવો, સ્ત્રીનું બહુમાન કે સન્માન આપવું. ઈનશોર્ટ ‘લેડીઝ ફર્સ્ટ’ ફોલૉ કરીને સ્ત્રીને મદદ કરવી અને સ્ત્રીનો આદર કરવો. થેટ્સ ઇટ! અહીં નોંધ કરવી રહી કે સ્ત્રી પાછળ લટુડાપટુંડા થવું કે વેવલાવેડા કરવા એ સ્ત્રીદાક્ષીણ્ય સહેજ પણ નથી. સ્ત્રીના આત્મસન્માનને ઠેસ પહોંચાડતું સહજ વિનાનું દંભી સ્ત્રીદાક્ષીણ્ય એ એક પ્લાસ્ટિકના ફલાવર્સને પાણી આપવા જેવી મૂર્ખામી છે. આજની સ્ત્રી એ દંભને સહેલાયથી ઓળખી શકે એટલી સમજું અને સક્ષમ છે. પેલું કોઈ મંદબુદ્ધિનું ‘સ્ત્રીની બુદ્ધિ પગની…'(જાણી જોઈને અધૂરું રાખવું છે વાક્ય) સ્ટીર્યોટાઈપ વાક્ય તો લખતાંય હાથ ના પાડે છે. આજની સ્ત્રી બુદ્ધિશાળી તો છે જ, ચતુર અને ચાલાક પણ છે. એ જલ્દી કોઈપણ એરાગેરાની વાતમાં ના આવી શકે. એટલેજ સ્ત્રીના હૃદયને જીતવું સહેલું નથી.
કહેવાય છે કે સ્ત્રીને કોઈ સમજી નથી શકતું. કારણ? કારણ કે કયારેક સમાજ સ્ત્રીને ‘દેવી’નું બિરુદ આપે છે તો ક્યારેક ‘અપશબ્દો’ ઉચ્ચારી સ્ત્રીત્વને લાંછન લગાડે છે. સ્ત્રીને સ્ત્રી જ કેમ ન કહી શકાય? “નારી એટલે નારી” – એમ કેમ નહી? ઉપમા આપીને કે અપમાન કરીને એમની લાગણીઓ સાથે કેમ રમવામાં આવે છે? અહીં આ લખનારની “યત્ર નારી પુજ્યતે..” સઁસ્કૃત શ્લોકની સાથે સંપૂર્ણ સહમતી છે કેમકે એમાં નારીત્વનું પુજ્ય એટલે કે સન્માનની દ્રષ્ટિએ વર્ણન કર્યું છે! સ્ત્રીસશક્તિકરણની ફક્ત મોટી મોટી વાતો કરાવનારા આ બાબતે કશું નહીં બોલી શકે. માત્ર પુરુષો જ સ્ત્રીઓને સમકક્ષ બનવા નથી દેવાં માંગતા સાવ એવુંય નથી એમાં સ્ત્રીઓનો પણ સિંહફાળો છે જ ને? સ્ત્રીઓને સ્ત્રીઓ પણ હેરાન કરે જ છે ને? કોઈ શક? છાપે છપાયા વગર પણ છાની ન રહે એવી આ વાત છે! ડેરીમિલ્કની સાસબહુ વાળી જુની જાહેરાત યાદ કરો જેમાં રસ્તે વરઘોડો નીકળે છે ફિલ્મી ગીત વાગે છે અને નવી વહુ બાલ્કનીમાં ઊભી રહી ગીત પર મનથી ડાન્સ કરતી હોય છે ત્યાં સાસુમાં આવે છે અને પછી વહુ સ્તબ્ધ થઇ જાય છે અને સાસુને ડેરીમિલ્ક ઓફર કરે છે અને પછી બંને બહેનપણીઓની જેમ (સાસુવહુ માં-દીકરીની જેમ રહે તો વધારે સારું પણ એ ન થઈ શકે તો બહેનપણી જેમ તો રહી જ શકે ને?) ડાન્સ કરે છે અને સ્લોગન આવે છે: “બઢતી દોસ્તીકે નામ, કુછ મીઠાં હો જાયે”. સાસુ વહુનું સાંભળે અને વહુ સાસુને સાંભળે અલબત્ત ખુલીને વાત કરે… સંભાળ લે તો બીજું શું જોઈએ? સાસુમાં એની ભૂમિકા ભજવે વહુ એની ભૂમિકા ભજવે; વન નિડ્સ ટુ બી ઓપન અપ ઇન ટુડેઝ ટાઈમ. ટુડેઝ ટાઇમ રિકવાઈર ઇટ. અને વર્તમાનમાં તો ‘ગર્લ્સ ટૉક ઓન્લી’ કે ‘ઓન્લી ગર્લ્સ સ્પીકસ’ જેવી રિજીડીટીનો અંત આવ્યો છે. એમેઝોન મીનીટીવી પર ફ્રીમાં સ્ટ્રિમ થયેલી પ્રતીક ગાંધીની ‘શિમ્મી’ શોર્ટ ફિલ્મમાં બાપ દીકરીની કેરિંગ વાળી કેટલી સરસ વાર્તા કહેવાય છે. જો જુનાં ઓર્થોડોકસને પાછળ છોડીને સ્ત્રીને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો સ્ત્રીને ચોક્કસ સમજી શકાય. અને એનાં માટે એક શબ્દ ઇનફ છે : “સ્ત્રીદાક્ષીણ્ય”
ઇંગ્લિશમાં સ્ત્રીદાક્ષીણ્યને ‘શિવર્લી’ કહેવાય. ‘શિવર્લી’ એટલે શૌર્ય. પરાક્રમી. વફાદાર. માયાળુ. નબળાં પ્રત્યે આદર – સહાનુભૂતિ. એન્ડ અબોવ ઑલ ‘વીરોચીત ગુણો : વીરોને શોભે એવાં ગુણો’. શ્રીકૃષ્ણ દ્રૌપદીના ચીર પુરે અને શ્રીરામ શબરીની ભક્તિથી પ્રસન્ન થઈ બોર ખાય એ સ્ત્રીદાક્ષીણ્ય. સ્ત્રીદાક્ષીણ્ય એટલે એક શેરીમહોલ્લામાં રહેતાં પરિચિત મહિલાને મદદ કરવી. કોઈ દીકરીની એક્ટિવા સ્ટાર્ટ ન થતી હોય તો કીક મારી આપવાથી લઈને બસમાં કોઈ અપિરિચિત સ્ત્રીને સીટ ન મળી હોય તો પોતે ઊભાં રહેવું ને પોતાની સીટમાં બેસવાનું કહેવાનો વિવેક દાખવવો. ઔટોરિક્ષામાં ત્રણ પેસેન્જર બેઠાં હોય અને કોઈ સ્ત્રીને મદદરૂપ થવા માટે સીટ ખાલી કરી ડ્રાઇવર પાસે બેસવું એ પણ સ્ત્રીદાક્ષીણ્ય જ ગણાય.
સ્ત્રીને મનગમતી સરપ્રાઈઝ આપવી, રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે સ્ત્રી માટે ચેર ખસેડવી કે સ્ત્રી માટે ઘર, ઓફીસ કે કેબીન વિગેરેનો દરવાજો ખોલી દેવો કે શિયાળામાં ટાઢમાં પોતાનું જૅકેટ આપી મદદ કરવી કે ચોમાસામાં વરસાદ શરું હોય અને કોઈ સ્ત્રી પાસે છત્રી ન હોય તો છત્રી આપવી અને મદદ કરવી એટલે સ્ત્રીદાક્ષીણ્ય.
અને હા, સ્ત્રીદાક્ષીણ્યએ ફક્ત પુરુષ માટે જ નથી. એક સ્ત્રી બીજી સ્ત્રીને મદદ કરે એ પણ સ્ત્રીદાક્ષીણ્ય જ કહેવાય. રસોઈમાં મદદ કરવી કે સ્ત્રીને મ્હેંદી લઈ દેવી કે બ્યુટીપાર્લરમાં તૈયાર કરવામાં આવે એય સ્ત્રીદાક્ષીણ્ય ગણાય.
થોડુંક અઘરું લાગે છે ને? કશો વાંધો નહીં સહેલું કરી દઈએ, કોઈ સ્ત્રીને એનાં કરેલાં કાર્ય બદલ જેન્યુન કમ્પ્લીમેન્ટ આપો એ પણ સ્ત્રીદાક્ષીણ્ય જ કહેવાય. એક કમ્પ્લીમેન્ટ સ્ત્રીના જીવનમાં કેટલો બધો બદલાવ લાવી શકે એનું તાજું ઉદાહરણ એટલે ગુજરાતી ફિલ્મ “એકવીસમું ટીફીન”. માત્ર 8 માર્ચ સિવાય પ્રસંગોપાત સ્ત્રીઓ માટે સ્ત્રીશશક્તિકરણ દ્વારા સ્ત્રીઓને મદદ કરવી અને
સ્ત્રીઓની સંવેદના કહેવી, રજું કરવી એય એક પ્રકારે સ્ત્રીદાક્ષીણ્ય જ કહેવાય.

  • જયદીપકુમાર જે. વ્યાસ

Related posts
Our Columnsગ્રહોના ગગનમાં

લાલ કિતાબ મુજબ ચંદ્રનો બુધ અને શનિ સાથેનો સંબંધ

પુરાણો અનુસાર ચન્દ્ર અને બુધ વચ્ચે…
Read more
Fashion & LifestyleOur Columns

JAMUN - A SUPERFOOD

Commonly known as Java plum or Indian blackberry in English, Jamun or Jambul in Hindi . The Jamun…
Read more
Our Columnsવાનગી વિશેષ

ગોળ કેરીનું અથાણું

ઉનાળો આવતાં અથાણાં બનાવવાની સીઝન…
Read more

Leave a Reply

%d bloggers like this: