सुख की नींद मगर पराई आग मे जल मरनेवाला
हसद जाती जलता या ममता पराई
शहादत गबन दें-जमानत तबाही
આ સ્થાન રાહુ સંબંધિત હોવાથી આ સ્થાનમાં સૂર્ય પર રાહુનો પ્રભાવ રહે છે. આવા જાતકો થોડે ઘણે અંશે નાસ્તિક અને બીજાની મુસીબતો પોતાના માથે લઈ લેનારા હોય છે. આવા જાતકોને જુઠી ગવાહીને લીધે જીવનમાં જેલવાસ પણ ભોગવવો પડે છે.
નેક હાલત
આવા જાતકો સુખેથી ઊંઘનારા પરંતુ બીજાના ઝઘડામાં પડીને પોતાનું ખરાબ કરનારા હોય છે. આવા જાતકો પોતાની મનમાની કરીને પોતાનું જ ધન નષ્ટ કરે છે. આવા જાતકો ચાહે નોકરી કરે કે ધંધો પણ તેમની આવક હંમેશા ચાલુ જ રહે છે. જો કુંડળીમાં બુધ-શુક્રની યુતિ હોય અને આવા જાતકને ઘેર અનાજ પીસવાની ચક્કી એટલે કે બે પથ્થરનાં પડવાળી ઘંટી હોય તો તેની આવક હંમેશા ચાલુ જ રહે છે. જો આવા જાતકો પાના પકડવાળા કે ઇજનેરી કે ઓજારોને લગતા કામ કરે તો તેઓને જરા પણ ફાયદો નહીં થાય. આવા જાતકોના મકાનમાં ખુલ્લુ આંગણું હોય અને સૂર્યનો પ્રકાશ સીધો ઘરમાં આવતો હોય તો તેને હંમેશા સૂર્યનો શુભ પ્રભાવ મળશે.
જો શનિ છઠ્ઠે હોય તો પણ શુક્રનું નીચ ફળ મળશે નહીં અને નીચનો શુક્ર પણ ઉચ્ચના ફળ આપશે.
જો કેતુ બીજે હો તો જાતક ચોવીસ વર્ષની ઉંમર પછી પોતાનો વેપાર કરનાર અને પોતાના બળ પર કમાણી કરનારો હોય.
મંદી હાલત
આ સ્થાનમાં એકલો સૂર્ય, રાહુ સંબંધિત વસ્તુ કે કારોબાર પર એટલે કે ખોપડી, વિચારોની આવન-જાવન, સ્ત્રી-પુરુષનો આપસી સંબંધ, આયુ, બદનામી, કોલસા, હાથી, દારૂ, બદદુવા વગેરે પર પોતાનો શુભ પ્રભાવ નહીં આપે. જો આવા માણસો અંધારિયા મકાનમાં રહે, ઈર્ષ્યા કરે, બીજાની મુસીબતો વહોરી લે, જુઠી જામીન આપે, ગબન કરે, કોઈની અમાનત પચાવી પાડે અથવા સાસરા પક્ષ સાથે ભાગીદારી કરીને ધંધો કરે તો સૂર્યના તમામ શુભ ફળ અશુભ ફળમાં પરિવર્તિત થઇ જશે.
લગ્ન સ્થાનમાં શનિ કે રાહુ કે કેતુ હોય તો રાતની ઊંઘ અને દિવસનો શોખ – બધું જ બરબાદ થાય. ઈર્ષાવાળો સ્વભાવ અને ઇજનેરીને લગતા કામકાજ જાતકને તકલીફ આપે છે. આવા સમયે જો જાતક બધા લોકોને માફ કરતા શીખી જાય એટલે કે જેણે તેની સાથે ખોટું કર્યું છે તેને પણ માફી આપતાં શીખી જાય તો તેને સફળતા અને પ્રસિદ્ધિ મળે છે.
ચંદ્ર છઠ્ઠે હોય તો જાતક અથવા તેની પત્ની અથવા તો તેઓ બંને એક આંખે ખોડવાળા હોય છે.
ઉપાયો :
૧. ધર્મનું પાલન કરવું અને પોતાની ફરજો વ્યવસ્થિત રીતે બજાવવી.
૨. ખોટી ગવાહી ના આપવી
૩. વાંદરાઓને ગોળ ખવડાવવો.
૪. સંબંધી કે સાસરા પક્ષના લોકો સાથે મળીને ભાગીદારીમાં વ્યવસાય ન કરવો.
૫. મકાનના ખુલ્લા આંગણામાં સૂર્યનો સીધો તડકો આવતો હોય એવા ઘરમાં રહેવાથી સૂર્ય શુભ પ્રભાવ આપે છે.
૬. જાતકે પોતાના શત્રુઓને પણ માફ કરી દેવા જોઈએ.
૭. ભૂરા રંગની કીડીઓને ચુરમુ ખવડાવવું.
૮. જો ધંધામાં તકલીફ હોય તો બે પડવાળી ઘંટી ઘરમાં રાખવી જોઈએ.
આદિત શાહ
83064 11527