આભાસ ચહેરે મોહરાનો કળાય છે,
હકીકતની હવે તો રજૂઆત જોઈએ.
મળી જાય છે સફળતા અઘરું નથી,
પ્રથમ કાર્યની શુભ શરૂઆત જોઈએ.
શીખવાડી દે છે ભલભલાને લડવાનુ,
જીવનના જંગમાં જરૂરિયાત જોઈએ.
ભલે લાગે માણસ મળશે નહીં જગતે,
પણ ક્યારેક તો એક અપવાદ જોઈએ.
સાંભળી શકે ક્યારેક પથ્થરનો ઈશ્વર ,
એવી એકાદ હવે તો ફરિયાદ જોઈએ.
નિલેશ મથુરદાસ બગથરિયા”નીલ “