Our Columnsગ્રહોના ગગનમાં

મનની શાંતિનો કારક ગ્રહ : ચંદ્ર

લાલ કિતાબમાં ચંદ્રને માતા, વ્યક્તિનું આયુષ્ય, વ્યક્તિની મનોસ્થિતિ મનની શાંતિ, જગતનું પાણી અને તાલીમ એટલે કે વ્યક્તિના ભણતરનો કારક કહેવામાં આવ્યો છે. આમ જોવા જઇએ તો જ્ઞાનનો કારક ગુરુ અને વાણી તથા બુદ્ધિનો કારક બુધ ગ્રહ છે પણ જો કુંડળીમાં ચંદ્ર સ્થિર અને શુભ અવસ્થામાં હોય તો જ જાતક સારો એવો અભ્યાસ કરીને આગળ વધી શકે છે. જો મનોસ્થિતિ સ્થિર ના હોય તો ગુરુ કે બુધ ગમે તેટલા ઉચ્ચના હોય તો પણ જાતક સારો અભ્યાસ કરી શકતો નથી.

આજે આપણે કુંડળીના અલગ અલગ સ્થાનોમાં ચંદ્ર ગ્રહની સામાન્ય હાલત વિશે વિચાર કરીશું.

જો ચંદ્રને દુનિયાની ઉંમરનો માલિક ગણીએ તો દરમિયાનની ગ્રહોની ચાલ મુજબ જાતકના જીવનમાં સૌથી પહેલા ગુરુ ગ્રહની ઉંમર એટલે કે (જાતકની ૧૬ થી ૨૧ વર્ષની ઉંમર), ત્યાર બાદ સૂર્યની ઉંમર (જાતકનું ૨૨ અને ૨૩મું વર્ષ) અને ત્યાર બાદ ચંદ્રની પોતાની ઉંમર એટલે કે 24મું વર્ષ આવે છે એટલે કે જીવનમાં ૨૪મા વર્ષના સમયગાળા દરમિયાન જાતકના મન પર ચંદ્રનો સંપૂર્ણ પ્રભાવ રહેલો માનવો. સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે ચોવીસ વર્ષની ઉંમરે વ્યક્તિમાં સંપૂર્ણપણે મેચ્યોરિટી એટલે કે સમજણ આવી જાય છે અને વ્યક્તિની મનોસ્થિતિ એ સ્તરની થઈ જાય છે કે તે સાચા ખોટાનો ભેદ ભાવ કરી શકે. આ મેચ્યોરિટી ચંદ્રની શુભાશુભ સ્થિતિને આધારિત હોય છે.

ચંદ્ર ગ્રહ જન્મકુંડળી કે વર્ષ કુંડળીમાં ગમે તે સ્થાને બેસેલો હોય પરંતુ તેના પર સૂર્યનો પ્રભાવ હંમેશા રહે જ છે કારણ કે ચંદ્ર સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે અને રાત્રીના સમયે પોતાની શીતળતાની પાથરે છે. 24 વર્ષના પોતાના સમયગાળામાં કષ્ટના સમય કે જાતકના જીવનમાં અશુભ ફળ આપવાના સમય દરમ્યાન ચંદ્ર કોઇ પણ એક જ બાબત પર પોતાનો અશુભ પ્રભાવ આપશે જેમ કે માતાનું આયુષ્ય કે તબિયત, પ્રવાહી ધન, અભ્યાસ કે મનની શાંતિ વગેરે પૈકી કોઈ પણ એક જ બાબત પર અશુભ પ્રભાવ આપશે. મંગળ બદ કે અશુભ રાહુની જેમ સમસ્ત કુળનાશ કદી નહીં કરે.

જ્યારે કુંડળીમાં ચંદ્રથી પહેલાના સ્થાનોમાં ગુરુ અને પછીના સ્થાનમાં કેતુ હોય ત્યારે ચંદ્રનું ફળ નબળુ થાય છે પરંતુ જ્યાં સુધી એ કુંડળીમાં બુધ ઉત્તમ હશે ત્યાં સુધી ચંદ્રનું ફળ પણ ઉત્તમ રહેશે અને સૂતેલો ચંદ્ર પણ ઉત્તમ ફળ આપશે. (ચંદ્ર જે સ્થાનમાં બેસેલા હોય તે સ્થાન પર કોઈ ગ્રહની દ્રષ્ટિ પડતી ન હોય તો ચંદ્ર સૂતેલો ગણાય)

જો શુક્રની ચંદ્ર પર દ્રષ્ટિ પડે તો જાતકને સ્ત્રીઓથી શત્રુતા અને અણગમો હોય છે પરંતુ જો ચંદ્રની દ્રષ્ટિ શુક્ર પડે તો જાતક ગુણવાન કે ફકીર સ્વભાવનો હોઈ શકે છે. જો આ ચંદ્ર પર રાહુનો પ્રભાવ આવતો હોય તો જાતક તમામ નશાબાજોનો સરદાર એટલે કે માદક અને કેફી દ્રવ્યોનો વેપાર કરનાર કે તેનો ભોગ કરનાર હોઈ શકે છે.

કુંડળીમાં સૂર્યનો જેવો પ્રભાવ હશે તેની તેવી અસર ચંદ્ર પડશે જ અને આવા ચંદ્રથી મંગળ બદનો અશુભ પ્રભાવ જાતકના જીવનથી દૂર રહેશે.

જો કુંડળીમાં ગુરૂ પહેલાં સ્થાનમાં બિરાજેલા હોય પણ આ સ્થાનના ગુરુનો ચંદ્ર સાથે તેનો દ્રષ્ટિ મિલાપ ના થતો હોય તો જાતકના માતા પિતા દુઃખી હોય છે અને ચંદ્રની અશુભ અસર તેમાં ઝેર ભેળવે છે. જો જાતક પોતાની માતા પાસેથી ચોખા લઈને ચાંદીની ડબ્બીમાં રાખે તો પાછલી ઉંમરમાં આ ચોખા તેને શુભ ફળ આપે છે .જો ચંદ્રની દ્રષ્ટિ ગુરુ પર પડતી હોય તો જાતકને ખૂબ જ સમૃદ્ધિ અને માલ મિલકત પ્રાપ્ત થાય છે

ચંદ્રના સ્થાનમાં એટલે કે ચોથા સ્થાનમાં કોઇ પણ ગ્રહ હંમેશા ઉત્તમ ફળ આપે છે અને ચંદ્ર કુંડળીના કોઇ પણ સ્થાનમાં હોય પણ જો તે સમયે ચોથું સ્થાન ખાલી હોય તો જાતકને આખી જિંદગી ચંદ્રનું શુભ ફળ પ્રાપ્ત થાય છે

ત્રીજું સ્થાન એ ચંદ્ર ના મિત્ર ગ્રહ મંગળનું પાક્કું ઘર છે .આ સ્થાનનો ચંદ્ર જાતકને હંમેશા વિજયી બનાવે છે. સાતમા સ્થાનમાં ચંદ્ર અને “લક્ષ્મીનો અવતાર” કહેવામાં આવ્યો છે અને આઠમા સ્થાનમાં ચંદ્ર જાતકને મૃત્યુથી બચાવે છે અને લાંબી આયુ આપે છે પરંતુ જો આ ચંદ્ર પાપી અવસ્થામાં હોય અને તેના પર અશુભ ગ્રહોની દ્રષ્ટિ હોય તથા ક્રૂર ગ્રહોની પાપી દૃષ્ટિ પડતી હોય તો આ ચંદ્ર જાતકને પાણીમાં ડૂબવાથી મૃત્યુ અને જળથી ઘાત આપે છે

જો કુંડળીમાં ચંદ્ર નબળો હોય અને આવી વ્યક્તિ શુક્ર સંબંધિત વસ્તુઓ નો કારોબાર કરે તો તેને ફાયદો નહીં થાય પરંતુ જો તે પ્રવાહી વસ્તુઓ જે રંગ સફેદ ન હોય, તેનો કારોબાર કરે તો તેને ચોક્કસ તેનો ફાયદો થાય છે દાખલા તરીકે પાણી, શરબત વગેરે…

મિત્રો, ચંદ્ર વિશેની આવી જ અલગ-અલગ પ્રકારની માહિતી વિશે હવે આપણે “ગ્રહોના ગગનમાં” કોલમમાં મેળવતા રહીશું…

જય બહુચર

આદિત શાહ
83064 11527

Related posts
Our Columnsગ્રહોના ગગનમાં

લાલ કિતાબ મુજબ ચંદ્રનો બુધ અને શનિ સાથેનો સંબંધ

પુરાણો અનુસાર ચન્દ્ર અને બુધ વચ્ચે…
Read more
Fashion & LifestyleOur Columns

JAMUN - A SUPERFOOD

Commonly known as Java plum or Indian blackberry in English, Jamun or Jambul in Hindi . The Jamun…
Read more
Our Columnsવાનગી વિશેષ

ગોળ કેરીનું અથાણું

ઉનાળો આવતાં અથાણાં બનાવવાની સીઝન…
Read more

Leave a Reply

%d bloggers like this: