Source : Wikipedia
Our Columnsવ્યક્તિ વિશેષ

સ્નેહરશ્મિ વિશે…

ઊગે સોનેરી
ચાંદ: સૂરજ થાય
રૂપેરી રાતો!

ઝાપટું વર્ષી
શમ્યું, વેરાયો ચંદ્ર
ભીની ઘાસમાં.

– સ્નેહરશ્મિ


                                સત્તર અક્ષરની નાનકડી અંજલિમાં આખો સાગર સમાવી લેવાની કળા એટલે હાઈકુ. ત્રણ નાનકડી પંક્તિમાં સ્નેહરશ્મિ જેવા સબળ કવિ આખેઆખું ચિત્ર કુશળ ચિતારા પેઠે દોરી બતાવે છે. હાઈકુની કવિતા એની ચિત્રાત્મક્તામાં જ સમાઈ હોય છે. પ્રથમ હાઈકુમાં સૂરજ અને ચંદ્રને કેન્દ્રમાં રાખીને ઢળતી સંધ્યાના સૌંદર્યનું વર્ણન અદભૂત રીતે કરવામાં આવ્યું છે. એવીજ રીતે બીજા હાઈકુમાં વરસાદ વરસી ગયા પછીની સુંદર પરિસ્થિતિનો ચિતાર લેખક માત્ર સત્તર અક્ષરમાંજ વર્ણવે છે. ગુજરાતી ભાષામાં સ્નેહરશ્મિના હાઇકુ ખૂબજ પ્રચલિત છે. જાપાનનો આ કાવ્ય પ્રકાર અન્ય ભાષાઓમાં પણ પ્રચલિત થયો છે. શ્રેષ્ઠ હાઈકુ સર્જક, કવિ, વાર્તાકાર તરીકે ઓળખાતા શ્રી સ્નેહરશ્મિનું મૂળનામ ઝીણાભાઇ રતનજી દેસાઇ હતું. તેમનો જન્મ ૧૬ એપ્રિલ, ૧૯૦૩ ના રોજ ગુજરાતમાં નવસારી જિલ્લાના ચિખલીમાં થયો હતો. સ્નેહરશ્મિ એ એક ઊર્મિશીલ કવિ હતા અને સાથેસાથે બોલવામાં પણ એકદમ કોમળ અને મૃદુ સ્વભાવના હતા. તેઓ બાળપણથી લઈને મૃત્યુ સુધી સદાયે હસમુખા હતા. તેમની દુનિયા સ્નેહની હતી. એમનું વ્યક્તિત્વ વાત્સલ્યસભર હતું.

કવિ ઝીણાભાઇ દેસાઇ પોતાના તખ્ખલુસ “સ્નેહરશ્મિ” પડ્યું તે માટે તેઓ જણાવે છેકે,”વિદ્યાપીઠમાં દાખલ થયાં એ પહેલા કવિ તરીકે ખાસ જાણીતા થયેલા ન હતાં. એમના કેટલાક કાવ્યો ‘સમલોચક’ માં પણ સ્થાન પામી ગયા હતા. ‘સાહિત્ય’ અને ‘વસંત’ માં તેમની કૃતિઓ છપાઈ હતી. આ બધી જ કૃતિઓ તેમની “સ્નેહરશ્મિ” ના નામથી જ પ્રકાશિત થઈ હતી. નાનપણથી જ તેમના વ્યક્તિત્વમાં પ્રેમનું ઝરણું છલકાતું હતું. પ્રેમ એ એમના જીવનનું મોખરાનું તત્વ રહ્યું હતું. એટલે જ કદાચ એમના પરથી આ ઉપનામ એમને મળ્યું હશે. જુદી જુદી ઋતુઓની વિશેષતા અને સુંદરતાની તુલના કરવાનું તેઓ નાનપણથી જ શીખ્યા હશે. તેઓ તેની આત્મકથામાં સ્પષ્ટ જણાવે છે. ચોમાસાનો વૈભવ, એનું સૌંદર્ય એની ભવ્યતા, એનું રૌદ્ર રૂપ એની અદભૂત જીવસૃષ્ટિ અને પ્રકૃતિલીલા આગળ બીજી ઋતુઓ ઝાંખી પડતી હોય એવું લાગે છે.

સ્નેહરશ્મિ વિશે વધુ જાણવા મળે છે કે તેમણે ૧૯૨૦માં મૅટ્રિકનો અભ્યાસ અધૂરો છોડી અસહકારની લડતમાં સામેલ થયા હતા. ૧૯૨૬માં ત્યાંથી રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયાં હતાં. ૧૯૨૬-૨૮ દરમિયાન ત્યાં જ ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક પણ રહી ચૂકયા હતા. ૧૯૩૨-૩૩ માં બે-એક વર્ષ જેલવાસ ભોગવ્યો હતો. ૧૯૩૪માં મુંબઈમાં વિલેપાર્લેની રાષ્ટ્રીય શાળામાં આચાર્યની ફરજ બજાવી હતી. ૧૯૩૮માં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર, અમદાવાદમાં આચાર્ય અને નિયામકની ફરજે પણ રહી ચૂકયા હતાં. ત્રણેકવાર ગુજરાતી યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ બન્યા અને ૧૯૭૨માં મદ્રાસમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેની વરણી મળી હતી.

‘અર્ધ્ય’, ‘પનઘટ’, ‘અતીતની પાંખમાંથી’, ‘ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ’, ‘નિજલીલા’ વગેરે એમના કાવ્યસંગ્રહોછે. જાપાની કાવ્યપ્રકાર હાઈકુ પ્રત્યેના પક્ષપાતે એમને હાઈકુઓના વિપુલ સર્જન તરફ પ્રેર્યા અને એથી એમના હાથે ગુજરાતી કાવ્યજગતમાં હાઈકુ સુપ્રતિષ્ઠ થયું છે. આ સંદર્ભમાં ‘સોનેરી ચાંદ રૂપેરી સૂરજ’ અને ‘કેવળવીજ જેવા હાઈકુસંગ્ર રસપ્રદ છે. ‘તરાપો’ અને ‘ઉજાણી’ એમના બાળકાવ્યોના સંગ્રહો છે. એમણે કેટલીક ટૂંકીવાર્તાઓ પણ આપી છે; જેમાં જીવનમૂલ્યો વિશેની વાતો છે. ‘ગાતા આસોપાલવ’, ‘તૂટેલા તાર’, ‘સ્વર્ગ અને પૃથ્વી’, ‘મોટી બહેન’, ‘હીરાનાં લટકણિયાં’, ‘શ્રીફળ’, ‘કાલાટોપી’, ‘સ્નેહરશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ’ વગેરે એમના વાર્તાસંગ્રહો છે. ‘મટોડુ ને તુલસી’ એમનો નાટકસંગ્રહ છે. ‘ભારતના ઘડવૈયા’ એમનો ચરિત્રલેખસંગ્રહ છે.
‘મારી દુનિયા’, ‘સાફલ્ય ટાણું’ અને ‘ઊઘડે નવી ક્ષિતિજો’ એ એમની આત્મકથામાં કવિશિક્ષકની આંતરકથા જોવા મળે છે. આ ઉપરાંત પણ તેમણે અનેક પ્રકારની રચનાઓ કરી હતી. આ ઉપરાંત તેમણે પદ્ય અને ગદ્ય સ્વરૂપમાં અનેક રચનાઓ લખી છે.

ઝીણાભાઇ રતનજી દેસાઇના ઉમદા કામગીરી કરવા બદલ તેમને શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મળ્યો હતો. ૧૯૬૭માં તેમનો રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૮૫માં નર્મદ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો. હાઈકુના મહાન લેખક શ્રી ઝીણાભાઇ રતનજી દેસાઇ ૬ જાન્યુઆરી, ૧૯૯૧ ના રોજ ૮૭ વર્ષની ઉંમરે તેઓ આપણી વચ્ચેથી વિદાય લીધી હતી. આવા મહાન લેખકના ચરણોમાં કોટી કોટી પ્રણામ….

સંકલન :- તૃપ્તિ વી પંડ્યા “ક્રિષ્ના”
સંદર્ભ :- વિકિસ્રોત, સંદેશ ન્યૂઝ પેપર બ્લોગ, સાહિત્યરિષદ બ્લોગ.

Related posts
Our Columnsગ્રહોના ગગનમાં

લાલ કિતાબ મુજબ ચંદ્રનો બુધ અને શનિ સાથેનો સંબંધ

પુરાણો અનુસાર ચન્દ્ર અને બુધ વચ્ચે…
Read more
Fashion & LifestyleOur Columns

JAMUN - A SUPERFOOD

Commonly known as Java plum or Indian blackberry in English, Jamun or Jambul in Hindi . The Jamun…
Read more
Our Columnsવાનગી વિશેષ

ગોળ કેરીનું અથાણું

ઉનાળો આવતાં અથાણાં બનાવવાની સીઝન…
Read more

Leave a Reply

%d bloggers like this: