Pic - Google
અછંદાસકવિતા કોર્નર

મેં જોયો છે.

મળી હતી ચાર આંખો મહેફિલમાં,
ત્યારે શબ્દોને શોધતાં શાયરને મેં જોયો છે.

ઈશારો આંખોથી થયો હતો,
ત્યારે હળવેકથી શરમાતાં ગુલાબને મેં જોયો છે.

પહેલી વાર સ્પર્શ એનો થયો,
ત્યારે બાણ મારતાં કામદેવને મેં જોયો છે.

નજદીકી વધવા છતાં અંતર વધ્યાં,
ત્યારે સૂનકાર થઈ જતાં પ્રેમને મેં જોયો છે.

વાત તો માત્ર સમજણની કરી હતી,
ત્યારે મિજાજ બદલતાં સંબંધને મેં જોયો છે.

સફરમાં સાથ આપવાની વાત હતી,
ત્યારે બીજી બાજુ વળતાં હમસફરને મેં જોયો છે.

લાગણીના સમંદરમાં ઊંડે ઉતર્યા,
ત્યારે કિનારા પર સબંધને ડૂબતાં મેં જોયો છે.

શમાએ પણ સાથ છોડ્યો હતો રાતનો,
ત્યારે એ રાતે રડતાં ચાંદને મેં જોયો છે.

જૂની ડાયરીમાં એના નામનું પાનું ખુલ્યું,
ત્યારે મહેકી ઉઠતાં સુકાયેલ ગુલાબને મેં જોયો છે.

મારી આંખોના ખૂણે હળવી ભીનાશ હતી,
ત્યારે મહેફિલમાં સહુએ હસતા જીગરને જોયો છે…!

  • ડો. જીગર ગોર

Related posts
કવિતા કોર્નરગઝલ

જોઈએ

આભાસ ચહેરે મોહરાનો કળાય છે,હકીકતન…
Read more
કવિતા કોર્નરગઝલ

વ્હાલ છે

સફરમાં સંગાથ રુડો છે,જીવતર હવે ગુલાલ…
Read more
કવિતા કોર્નરગઝલ

અણસાર દે

કૈંક સારો એવો મળવાનો અણસાર દે,નહિ તો…
Read more

Leave a Reply

%d bloggers like this: