Our Columnsગ્રહોના ગગનમાં

લાલ કિતાબ મુજબ ચંદ્રનો બુધ અને શનિ સાથેનો સંબંધ

પુરાણો અનુસાર ચન્દ્ર અને બુધ વચ્ચે પિતા-પુત્રનો સંબંધ છે પરંતુ ચંદ્ર એ બુધને પોતાના પુત્ર તરીકે સ્વીકારતો નથી. આથી ગ્રહોના ગગનમાં બુધ અને ચંદ્ર વચ્ચે શત્રુતા સ્થાપિત થયેલ છે જો ચંદ્ર કુંડળીમાં બુધથી પહેલાના સ્થાનમાં હોય તો ચંદ્ર નો પ્રભાવ બુધ ઉપર વધુ પ્રબળ હોય છે. આવા જાતકની આંતરિક શક્તિ સારી હોય છે પરંતુ બાહ્ય રૂપે બંને ગ્રહોની અસર મંદી હોય છે. ઉદાહરણ તરીકે જો બુધ આઠમા સ્થાનમાં હોય અને ચંદ્ર સાતમા સ્થાનમાં હોય તો આવા જાતકની કુંડળી મુજબ ચંદ્ર અને બુધ ઉપર વધુ પ્રબળ પ્રભાવ રહે છે એટલે કે આવા જાતકની મનોશક્તિ તીવ્ર હોય અને બુદ્ધિ પણ સતેજ હોય તું જ્યારે કામ કરવાની વાત આવે અથવા કોઈ કાર્યને સફળ કરવાનો નિશ્ચય કરવામાં આવે ત્યારબાદ આ જાતકની મનોદશા અને બુદ્ધિ એકબીજાથી વિપરીત દિશામાં કાર્ય કરે છે. આવા જાતકની મનોદશા સારી હોય અને બુદ્ધિ પણ સારી હોય તેમ છતાં તેમની આર્થિક પરિસ્થિતિ મધ્યમ રહે છે.

જો કુંડળીમાં બુધ ચંદ્રથી પહેલાના સ્થાનમાં હોય તો બુધનો પ્રભાવ ચંદ્ર પર વધુ પ્રબળ હોય છે. નીચે મુજબની ત્રણ સ્થિતિમાં બુધનો અશુભ પ્રભાવ ચંદ્ર ઉપર પ્રબળ રીતે રહે છે જેમાં આર્થિક સ્થિતિ સારી હોય પણ વ્યક્તિની માનસિક પરિસ્થિતિ કઠણ રહે છે. આવો જાતક અમુક સંજોગોમાં આત્મહત્યા પણ કરી શકે છે. જો બુધની ચંદ્ર પર 25% દ્રષ્ટિ હોય તો બુધનો પ્રભાવ અશુભતાની બાબતમાં મધ્યમ રહે છે જો 50% દ્રષ્ટિ હોય તો આ પ્રભાવ વધુ અશુભ રહે છે અને જો 100 % દ્રષ્ટિ હોય તો આ પ્રભાવ અતિ અશુભ રહે છે. જો જાતકના ઘરની સીડી ની સામે જ કોઈ કુવો કે પાણીનો સ્ત્રોત હોય તો કુંડળીમાં આ ગ્રહ દશા સચોટ જાણવી.

જો ચંદ્ર અને બુધ બંને એકબીજાના ઘરમાં એટલે કે ચંદ્ર એકલો સાતમે અને બુધ એકલો ચોથે હોય તો બંને હંમેશા શુભ ફળ આપે છે, પરંતુ જો આ બંને ગ્રહો એકબીજા સાથે આ જ સ્થાનમાં યુતિમાં હોય એટલે કે ચંદ્ર-બુધની યુતિ ચોથે સાતમે હોય તો તે કદી શુભ ફળ આપતી નથી.

ચંદ્ર શનિનો સંબંધ

ચંદ્ર તીવ્ર ગતિ કરનારો ગ્રહ છે જ્યારે શનિ એ મંદ ગતિએ ચાલનારો ગ્રહ છે. ચંદ્ર ઉપર શનિ કોઈ એક રાશિમાં સ્થિર રહીને અઢી વર્ષ માટે દ્રષ્ટિપાત કરે છે ત્યારે તેને નાની પનોતી એટલે કે ઢૈયા અને જ્યારે સાડા સાત વર્ષ માટે દ્રષ્ટિપાત કરે ત્યારે તને સાડાસાતી કે મોટી પનોતી કહે છે.

જો ચંદ્ર શનિ પર દ્રષ્ટિ કરે તો શનિનું ફળ અશુભ અને ચંદ્રનું ફળ શુભ થાય છે પરંતુ જો શનિ ચંદ્ર પર દ્રષ્ટિ કરે તું ચંદ્ર નું ફળ અશુભ અને શનિનું ફળ શુભ થાય છે.
જો શનિ અને ચંદ્ર બાજુ બાજુના સ્થાનમાં હોય એટલે કે ચંદ્ર ચોથે અને શનિ પાંચમે એ રીતની ગ્રહદશા હોય અને આવો જાતક મકાન કે ધર્મશાળા બનાવે તો ચંદ્ર શુભ ફળમાં જ શનિની ઝેરી અસર પડે છે, જેના લીધે જાતકની માતા મૃત્યુ પામે અને સંતાન નષ્ટ થઈ શકે છે. ઘણા સંજોગોમાં જો ચંદ્રનું ફળ પ્રબળ હોય તો આ ગ્રહદશાના પરિણામે જાતકનું શરીર નાકારું થઈ જાય એટલે કે તેને લકવો થઈ જાય અને આર્થિક રીતે તેની સંપત્તિ નાશ પામે છે.
જો આ જ ચંદ્ર કેતુ સાથે દ્રષ્ટિપાત થાય તો કીધું ફળ અશુભ થાય છે.

જ્યારે પાપી ગ્રહો એટલે કે શનિ રાહુ-કેતુ ચંદ્રનું ફળ ખરાબ કરે ત્યારે જ ચંદ્ર ના ઉપાયો કરવા જોઈએ. જ્યારે ચંદ્ર શત્રુ ગ્રહો પર દ્રષ્ટિ પાડે ત્યારે પોતાનું શુભ ફળ આપવાનું બંધ કરી દે છે. જ્યારે ચંદ્રની આમને-સામને પાપગ્રહ બેઠા હોય ત્યારે ચંદ્રનો અશુભ પ્રભાવ નજીકના સગા સંબંધી કે પરિવારજનો પર પડે છે. જેમ કે ચંદ્ર સૂર્ય પર દ્રષ્ટિ કરતો હોય અને સૂર્ય નું પાકું ઘર એટલે કે પાંચમા સ્થાનમાં શનિ રાહુ-કેતુ બેઠા હોય ત્યારે ચંદ્ર પોતાનો અશુભ ફળ જાતક ના પિતા કે તેમના સાથે જોડાયેલા નજીકના લોકો પર આપે છે.

જો સૂર્ય અને મંગળ કુંડળીમાં ભેગા હોય તો લગભગ ચંદ્ર શુભ ફળ નથી આપતા. જો ચંદ્ર ગુરુ પર દ્રષ્ટિ કરે અને ગુરુના સ્થાન એટલે કે બીજા, પાંચમા, નવમા કે બારમા સ્થાનમાં બુધ શુક્ર શનિ કે રાહુ પાપી થઈને બેઠા હોય તો ચંદ્રનું ફળ રદ્દી થાય છે.

આદિત શાહ
83064 11527

Related posts
Fashion & LifestyleOur Columns

JAMUN - A SUPERFOOD

Commonly known as Java plum or Indian blackberry in English, Jamun or Jambul in Hindi . The Jamun…
Read more
Our Columnsવાનગી વિશેષ

ગોળ કેરીનું અથાણું

ઉનાળો આવતાં અથાણાં બનાવવાની સીઝન…
Read more
Our Columnsવાનગી વિશેષ

ચકરી

રોજ સાંજે કંઈક ચટપટી ક્રિસ્પી નાસ્તો…
Read more
%d bloggers like this: