Pic - Pinrest
કવિતા કોર્નરગઝલ

તરતી સાંજ

શબ્દોમાં તરતી સાંજ, ધુમ્મસમાં વિચારો ભર્યા,
કલ્પના વિસ્તરી કારણોની પાર, અક્ષરો તર્યા.

ધુમ્મસ ફૂટી ગયા છે શબ્દોના મૌન પ્રદેશમાં,
રઝળતા કાગળો મૂકી શબ્દો, ક્યાં જઈ ખર્યા ?

કાયનાત ચશ્માનાં કાચ પર આરપાર છેદી,
કાગળની લટકતી વસંતો, શબ્દો ને દર્પણ કર્યા.

શબ્દોના દર્પણમાં ઉગી નીકળ્યાં છે એવાં ફૂલ,
ધોધમાર પાંપણો વચ્ચે જળનાં પતિબિંબ ઠર્યા.

શબ્દોની પારદર્શકતા ,હાથમાં કાગળનું સફેદ રણ,
ત્રણ અક્ષરની છાંયડી, વાદળને મૃગજળ કર્યાં.

-બીજલ જગડ

Related posts
અછંદાસકવિતા કોર્નર

મેં જોયો છે.

મળી હતી ચાર આંખો મહેફિલમાં,ત્યારે…
Read more
કવિતા કોર્નરગઝલ

જોઈએ

આભાસ ચહેરે મોહરાનો કળાય છે,હકીકતન…
Read more
કવિતા કોર્નરગઝલ

વ્હાલ છે

સફરમાં સંગાથ રુડો છે,જીવતર હવે ગુલાલ…
Read more
%d bloggers like this: